Skip to the content

Swadhyay 13 (20-Aug-2023)

૨૦ ઓગષ્ટ ૨૦૨૩ (વર્ષ ૨૦૭૯ નિજ શ્રાવણ સુદ ૪) રોજ થયેલ સ્વાધ્યાય ૧૩ ના અંશો

પાઠશાળા ગ્રંથ ૧ ની પ્રસ્તાવનામાંથી કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ રચિત કાવ્ય - અહો આ પાઠશાળામાં !

  • કવિશ્રી દ્વારા "વિરત" અને "વિનત" શબ્દોનું વિશેષ અર્થઘટન

પાઠશાળા અંક ૦૫ માંથી પૂજ્યશ્રીના વચનો - તું તારું સંભાળ

પાઠશાળા અંક ૨૮ માંથી પૂજ્યશ્રીના વચનો - અંતઃકરણનું મૌન પ્રભુનું સિંહાસન છે

  • પૂજ્યશ્રીના મનમાં હંમેશાં એક ભાવના રહેતી કે તમે (મૌનના પ્રારંભ માટે) એક નિયમ અચૂક પાળવાનો પ્રયત્ન કરો કે દેરાસર અને ઉપાશ્રયમાં એક પણ શબ્દનો પ્રયોગ કરવો નહિ. સ્વયંસેવકો અને કાર્યકરોને પણ એમ લાગતું હોય કે બોલવાથી જ મારા કામો થાય છે અને એમને ખ્યાલ જ હોતો કે નહિ કે એમને પણ બોલવાનો તો અધિકાર જ નથી, માત્ર કાર્ય કરવાનો/કરાવવાનો અધિકાર છે અને વગર બોલ્યે પણ ઘણા બધા કાર્યો થઇ શકે છે.

પાઠશાળા અંક ૨૧ માંથી પૂજ્યશ્રીના વચનો - વીતરાગ પ્રભુએ જેની નોંધ લીધી તે સિંહ અણગારનાં આંસુ

  • કવિ શ્રી મુકેશ જોષી રચિત કાવ્ય "તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?" ની એક પંક્તિનું ગાન
  • તીર્થંકર પ્રભુની એક વિશેષતા એ પણ કે તેઓ ત્યારે જ પ્રવૃત્ત થાય કે જ્યારે સામાનું પરમ કલ્યાણ તેમાં નિહિત હોય.


સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.