Skip to the content

Join Us

૫ મિનિટ, પાઠશાળામાં જોડાવા પહેલા...

પાઠશાળામાં પ્રવેશ માટેની અમારી અપેક્ષા:

આ જ્ઞાનની આરાધનાનો વિષય છે માટે પાઠશાળામાં જોડાવા પૂર્વે અમારી આપ પાસે અપેક્ષા છે કે :

૧) આપના હૃદયમાં જ્ઞાન પ્રત્યે બહુમાન હશે.
૨) આ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનને ઉત્તમ રીતે શ્રવણ કરી, ગ્રહણ કરવું છે, આત્મસ્થ કરવું છે એવી ભાવના ધરાવો છો.
૩) બે સ્વાધ્યાય વચ્ચેના ગાળામાં રોજ ઓછામાં ઓછી ૧૫ મિનિટ સ્વાધ્યાય માટે ફાળવશો.

જે જે વ્યક્તિઓ આ કરી શકે તે તે સર્વનું અભંગદ્વાર પાઠશાળામાં સ્વાગત છે.

જ્ઞાનને ગ્રહણ કરવાની યોગ્યતા વિકસાવવા:

અભંગદ્વાર પાઠશાળા – સ્વાધ્યાય વગેરે શુભ પ્રવૃત્તિનો એક માત્ર હેતુ એ છે કે આપણા હિત માટેની પ્રભુની વાણી આપણા જીવનમાં અવતરે, આપણા જીવનનો આધાર બને, આપણા જીવનમાં પ્રેરણાનો સ્ત્રોત બને, અને આપણા સુખનું સરનામું બને....

જ્ઞાનના ગ્રહણ માટે આપણી યોગ્યતા મન, વચન, કાયાની યોગ્ય પ્રવૃત્તિ દ્વારા તથા ઉત્તમ દ્વવ્યો દ્વારા જ્ઞાનની પૂજા કરી વિકસાવી શકાય:

૧) દરેક કુટુંબ પોતાના ઘરમાં જ્ઞાન – ગ્રંથ બહુમાનપૂર્વક પધરાવે.
૨) પરિવારના દરેક સભ્યો, જ્ઞાન સમક્ષ ધૂપ-દીપ કરી, વાસક્ષેપ-પુષ્પ વગેરે દ્રવ્યો દ્વારા જ્ઞાનની રોજ પૂજા કરે.
૩) નિત્ય જ્ઞાનના પાંચ ખમાસમણા આપી, પાંચ લોગ્ગસ્સનો કાઉસગ્ગ કરવા દ્વારા જ્ઞાન સાથેનું જોડાણ કરાય.
૪) માતા-પિતા, ઉપકારી, જ્ઞાનદાતાઓ નું કાયમ સ્મરણ કરી કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી, વંદન કરાય.
૫) જ્ઞાન લેવા જઈએ ત્યારે ખાલી હાથે ન જ જવાય એનું ધ્યાન રખાય.
૬) જ્ઞાનને જીવંત રાખનારા પાઠશાળા, જ્ઞાન-ભંડાર આદિના રક્ષણ, સંવર્ધનના કાર્યમાં દર વર્ષે અમુક રકમ ફાળવી શકાય.
૭) જ્ઞાનને મેળવવાની, અભંગદ્વાર પાઠશાળામાં જોડાવા માટે કોઈ શુઃલ્ક નથી. પરંતુ આપ જ્ઞાનની આ પ્રવૃતિ માટે યથાશક્તિ યોગદાન આપવા ઇચ્છતા હો તો શ્રી મેલબર્ન શ્વેતામ્બર જૈન સંઘના સર્વ સાધારણ ખાતે રકમ મોકલાવી શકાય.

પાઠશાળાના સમયે સ્વાધ્યાય દરમ્યાન રાખવાની તકેદારી :

આપણી જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ અને યોગ્યતા વધે તે માટે સ્વાધ્યાયમાં જોડાતી વખતે અમુક તકેદારી અવશ્ય રાખવી જોઇએ,:

૧) ચોક્ખા યોગ્ય વસ્ત્રો સાથે, શક્ય હોય તો ભાઇઓએ ખેસ વગેરે ગ્રહણ કરી અને બહેનોએ માથે ઓઢી, સ્થાન ગ્રહણ કરવું.
૨) જ્ઞાન – ગ્રંથ ને સુશોભિત સ્થાને પધરાવી, ધૂપ-દીપ કરી, પોતાના કટાસણા ઉપર બિરાજમાન થવું.
૩) હંમેશા સ્વાધ્યાયના નિયત સમય કરતાં, ૧૦-૧૫ મિનિટ પહેલા સ્થાન ગ્રહણ કરી, પ્રભુના સ્મરણ સાથે મનને સ્થિર કરી, આવનારા જ્ઞાન રૂપી તેજને ઝીલવા માટે બહુમાન સહ સજ્જ બનવું.
૪) સ્વાધ્યાય દરમ્યાન બિનજરૂરી હલન-ચલન કે વાર્તાલાપ ન કરતાં, પ્રભુની વાણીના પ્રત્યેક શબ્દોને ભાવપૂર્વક ગ્રહણ કરવા.
૫) સ્વાધ્યાય બાદ જ્ઞાનદાતા પ્રસ્થાન કરે, ત્યાર બાદ ત્યાં જ બેસીને, ૫-૧૦ મિનિટ સ્વાધ્યાય દરમ્યાન મળેલ પ્રભુની વાણીનું ફરી સ્મરણ કરી, સ્વાધ્યાયમાં જોડાવા માટે મળેલ તક અને સંયોગ માટે તીર્થંકર પ્રભુ, જ્ઞાનદાતા તથા શ્રી સંઘનો આભાર માની, મનોમન કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવો.

5 minutes, before you join Pathshala :

Expectations from attendees:

This is a matter of worship of knowledge (Gyan). Before registering for Pathshala, we expect the following of you:

  1. You have great respect for knowledge.
  2. You wish to listen and absorb knowledge in the best way through this Pathshala-Swadhyay.
  3. In the period between the two Pathshala Sessions, do Swadhyay for at least 15 minutes every day.

All those who can and willing to do this are welcome at The Abhandwar Pathshala.

Steps to prepare self to grasp knowledge:

All participants can do some or all of the following to improve one’s ability to grasp the knowledge:

  • Every family should suitably place Gyaan Granth (holy book), preferably “Pathshala Granth” at home.
  • Every member of the family should worship Gyan every day with Flower, Dhoop, Dipak, etc.
  • Perform daily 5 Gyan Khamasana and 5 Loggass Kausagg for Gyan.
  • Express gratitude by remembering parents, benefactors, knowledge providers every day.
  • Remember to not go empty handed, when visiting Upashray, Pathashala to gain knowledge.
  • There is no charge for joining this auspicious Swadhyay activity. But if you wish, the appropriate contribution for this activity may be sent to Shri Melbourne Shwetambar Jain Sangh, under Sarva Sadharan Fund.
Care to be taken before joining Swadhyay:

Taking this precaution while joining the Pathshala Swadhyay can lead to the growth of our knowledge-consuming power and ability:

  • Join Swadhyay with appropriate & clean clothing. Brothers shall consider wearing Khes and sisters shall cover their hairs with appropriate clothes.
  • Do Dhoop-Dipak in front of the Granth / Book and sit on own Katasana.
  • Always arrive 10-15 minutes before the scheduled start time of the Swadhyay, stabilise the mind by the remembrance of the Tirthankar Prabhu, and be equipped to absorb the Gyan.
  • Receive every word of Tirthankar Prabhu’s speech, by not making unnecessary movements or conversations during the Swadhyay.
  • After the Swadhyay and the departure of the orator, remain seated for 5-10 minutes, try to remember the essence of Swadhyay & express gratitude to Tirthankar Prabhu, the orator, and Shri Sangh for the opportunity and coincidence to join the Swadhyay.