Skip to the content

Swadhyay 12 (04-Jun-2023)

૪ જૂન ૨૦૨૩ (વર્ષ ૨૦૭૯ જેઠ સુદ ૧૫) રોજ થયેલ સ્વાધ્યાય ૧૨ ના અંશો

પાઠશાળા અંક ૨૦ માંથી પૂજ્યશ્રીના વચનો - વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારાં ચંદનબાળા

  • કવિશ્રી દ્વારા "ઋજુતા", "ભદ્રિકતા" અને "નિર્દોષતા" શબ્દોનું વિશેષ અર્થઘટન
  • ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ની વિશેષ સમજણ
  • ઉપાદાન અંગે મલાડના સુશ્રાવિકા અને તેમના ડોક્ટર પતિના જીવનની ઘટનાઓનું આલેખન
  • કવિ શ્રી શાંતિલાલ શાહ રચિત ભક્તિ ગીત "આવો આવો દેવ મારાં" ની એક પંક્તિનું ગાન - આખું ગીત સાંભળવા માટેની લિંક - https://www.youtube.com/watch?v=25CXZNneq1A

પાઠશાળા અંક ૦૫ માંથી પૂજ્યશ્રીના વચનો - જ્ઞાનનું ફળ - સમજણના સીમાડાનો વિસ્તાર

  • તમિળનાડુના પરિવારની વાતો - જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુના વચનો સાંભળવા ૮ વર્ષ સુધી, દર રવિવારે આવવા-જવાની ૬-૬ કલાકની યાત્રા (વહેલી સવારે ૪ થી રાત્રે ૨ સુધીની યાત્રા અને શ્રવણ), દરરોજ આખો પરિવાર સાંજે ૩ થી ૪ કલાક બા સાથે સમય ગાળે, "No Negative" વાક્યથી કોઇ પણ એવી વાતમાંથી તરત પાછા વળવાની તૈયારી,
  • કવિશ્રી દ્વારા "સમજણ" શબ્દનું વિશેષ અર્થઘટન

પાઠશાળા અંક ૧૧ માંથી પૂજ્યશ્રીના વચનો - વાંસ પોલો છે માટે વાંસળી બને છે

  • કવિ શ્રી સ્નેહરશ્મિ રચિત કાવ્ય "રે જીવ ! શાને ઓછું આણે ?" નું ગાન અને વિવેચન
  • પૂજ્યશ્રી કહેતાં કે "અરિહંત વંદનાવલી" નો નિત્ય પાઠ કરાય પણ "રત્નાકર પચ્ચીસી" નો ન કરાય, કારણ કે હું દીન છું, લાચાર છું એવો ભાવ વારંવાર લાવવો સારો નહિ. પ્રભુ, પ્રભુનું શાસન અને લોકોત્તર શાસન મળ્યા પછી દરરોજ આવી દીનતા અને લાચારી ન હોય. અવસર વિશેષ આવા ભાવનો વાંધો નહિ.

મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના આઠમા સ્તવન (આવો આવો રે ચતુર સુખભોગી) નુંં સમૂહ ગાન અને અર્થની સમજણ


સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.