Skip to the content

Swadhyay 10 (26-Feb-2023)

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (વર્ષ ૨૦૭૯ ફાગણ સુદ ૭) રોજ થયેલ સ્વાધ્યાય ૧૦ ના અંશો

  • કવિ શ્રી સુંદરમ્ રચિત પ્રાર્થના "અમને રાખ સદા તવ ચરણે" ની કેટલીક પંક્તિઓનું ગાન
  • અભંગદ્વાર પાઠશાળાનો આપણો જે મણકો ચાલી રહ્યો છે તે નિત્ય રોજિંદા જીવનમાં જેમ આપણને શ્વાસ અનિવાર્ય લાગે, ભોજન આપણને અનિવાર્ય લાગે, એ કક્ષાએ જેટલું આ વચન સ્વીકારાશે, ત્યારે એનું મૂલ્ય પકડાશે.

પાઠશાળા ગ્રંથ-૧ ની પ્રસ્તાવનામાંથી પૂજ્યશ્રીના (આંશિક) વચનો - ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી

  • પૂજ્યશ્રી વારંવાર કહેતા કે કોઇ પણ શુભ અનુષ્ઠાન હોય, ભલે એ નાનકડી (દેખીતી) પ્રભુના દર્શનની પ્રક્રિયા હોય, કે ગુરુમહારાજને દૂરથી જોયા એ પ્રક્રિયા હોય, પણ એને ઝીલવાની યોગ્યતા આપણામાં આવી કે નહિ, એની નિશાની/માપદંડ શું? આપણી જે સ્વભાવિક ગતિ હોય તે અટકે, અને જે ભાવોને ક્યારેય સ્પર્શ્યા નથી તેવા વિસ્મય અને રોમાંચનો અનુભવ થાય તો તે ઘટનાને ઝીલવા માટે આપણે સક્ષમ થયા છે એમ સમજવું.
  • ભદ્રં શબ્દનો અર્થ કરતાં કવિશ્રી કહે છે - ભદ્રં શબ્દ છે તે બહુ જૂનો શબ્દ છે. વેદકાળથી ચાલ્યો આવે છે. भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः । અમે લોકો અમારા કાનથી જે ભદ્ર હોય, કલ્યાણકારી હોય તે સાંભળીએ. પહેલા કાન કહ્યાં કારણ કે કાન બંધ નથી થઇ શકતા, આંખ બંધ થઇ શકે છે. પછી કહ્યું કે આંખથી પણે જે ભદ્ર હોય, ભલું હોય તે જ જોઇએ. આ ભદ્ર શબ્દ ચાલતો ચાલતો, ભલું શબ્દ છે ત્યાં સુધી પહોંચ્યો છે. ભદ્રં માંથી ભલું શબ્દ આવ્યો છે. અને ભદ્રં શબ્દમાં એટલા બધા અર્થો છે, પાર વિનાના, કે ખરેખર તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આપણે જેટલી વાર ઑકે (OK) શબ્દ વાપરીએ ત્યારે તેની જગ્યાએ ભદ્રં, ભદ્રં શબ્દ વાપરી શકીએ.

પાઠશાળા ગ્રંથ ૦૩ માંથી પૂજ્યશ્રીના વચનો - વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું?

  • કવિ શ્રી ધ્રુવ ભટ્ટ રચિત કાવ્ય "મોજ" ની કેટલીક પંક્તિઓનું ગાન

પાઠશાળા અંક ૦૪ માંથી પૂજ્યશ્રીના વચનો - સુખની ચાવી - આપણા જ હાથમાં

  • કવિ શ્રી મુકેશ જોષી રચિત કાવ્ય "તમે જિંદગી વાંચી છે ?" ની કેટલીક પંક્તિઓનું ગાન
  • કવિ શ્રી મકરંદ દવે રચિત કાવ્ય "હૈયાની વાત" ની કેટલીક પંક્તિઓનું ગાન


નોંધ: આજના સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સ્તવનનુંં ગાન થયું ન હતું.


સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.