Skip to the content

Swadhyay 05 (22-May-2022)

સ્વાધ્યાયના અંશો

  • જેમની હાજરી માત્રથી પૂજ્યશ્રીના ભીતરમાં આનંદ પ્રગટતો તે વડીલ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું સાન્નિધ્ય આજના સમગ્ર સ્વાધ્યાયમાં પ્રાપ્ત થયું અને તેમની સાથેના સંવાદમાં અનેક શબ્દોના વિસ્તૃત અર્થોની સમજણ મળી.
  • આપણી યોગ્યતા અને પાત્રતા વિકસાવવાની દિશા બતાવતા કલિકાલ સર્વજ્ઞ ભગવંત પ્રભુ વીરના આત્માની પાત્રતા (કોડિયું) અંગે કહે છે - પ્રભુનો આત્મા નયસારના ભવ પહેલા પણ "જે ન કરવા યોગ્ય હોય તે કરે જ નહિ, દોષ કોઇના પણ દેખાય ત્યારે તેનાથી વિમુખ થવાની જ અંદરથી રૂચિ હોય, ગુણ શોધી-શોધીને તેની સાથે મૈત્રી કરવાની સહજ પ્રકૃતિ હોય"
  • જીવનની પ્રત્યેક ક્ષણ આપણી જાતને સમજી શકીએ અને જગતને તત્વથી ઓળખી શકીએ તેવું જ્ઞાન લેવાની ઉંમર છે અને તે માટે આ અભંગદ્વાર પાઠશાળાનો પ્રયત્ન છે
  • કવિ શ્રી સંજુ વાળાના ગીત "તારે આંગણ આવીને મેં માણ્યો મનનો ઉઘાડ જી" નું ગાન અને વિવેચન
  • પાઠશાળા ગ્રંથ-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - નવકાર મહામંત્ર મહિમા અષ્ટક
  • પ્રામાણિક પણે યાદ કરો કે આંખ બંધ કરી હોય અને એક વાર મહામંત્ર નવકારનું સ્મરણ કર્યું હોય અને સમગ્ર બ્રહ્માંડમાં રહેલી આર્હન્ત્યની ચેતનાની નજીક પહોંચ્યાનો અહેસાસ થયો હોય, રુંવાડા રોમાંચિત બન્યા હોય એવું થયું ખરું?
  • આપણી રોજિંદી આરાધનાઓ (સામાયિક, નવકાર, પૂજા, નવકારશી) માં ધ્યેયની સ્પષ્ટતા નથી માટે આપણે ક્યાં તો નિરસ છીએ અથવા યાંત્રિક છીએ. આ ધ્યેય શું ?
  • નવપદજીની આરાધનામાં એક ધાન્યનું આયંબિલ શા માટે ? જે તે ધાન્યના વર્ણને જોઇ, તે તત્ત્વ સાથે અનુસંધાન કરી નવપદ મય બની શકાય તે માટે. વર્ણધ્યાન પણ તે માટે જ.
  • જીવનની દરેક ક્રિયા સમ્યગ્ બને તો તેમાંની જ કોઇક ક્રિયા ધ્યેયની પ્રાપ્તિ સુધી લઇ જશે. સમ્યગ્ એટલે જે જેવું હોવું જોઇએ તેવું જ, ન જરા પણ ઓછું કે ન જરા પણ વધારે. સમ્યક્ત્વ તો જ સાધી શકાય જો તમે સતત જાગૃત હો.
  • જ્ઞાનીઓએ કર્મબંધ શબ્દ બધે નથી વાપર્યો, માત્ર પાપબંધ અટકાવવાની વાત કહી. કારણ્કે પુણ્ય કર્મની ધર્મ કરવા માટે અમુક અંશે (સારા દેહ, સ્થાન આદિ માટે) જરૂરિયાત છે. આવું પુણ્ય પણ માંગવાનું નથી, પણ જેમનું ચરિત્ર અત્યંત નિર્મળ છે તેવા પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં રહી મેળવવાનું છે.
  • નવકારના રટણથી સંસારના ત્રિવિધ તાપ વિરામ પામે. ત્રિવિધ તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. બીજા અર્થ મુજબ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપ. આધ્યાત્મિક તાપ એટલે પરમને પામવાનો તલસાટ અને આ તાપ નવકારથી શમે એટલે પરમની પ્રાપ્તિ થાય.
  • સાતત્યના કારણે જે પણ જીવનમાં ખંડિત છે તે અખંડિત બની જાય, માટે જ નવકારનું સાતત્યથી રટણ કરવાનું છે. એ સાતત્ય માટે શ્રી શ્રેણિકભાઇ શેઠની એક નવકારવાળીના નિયમનું ઉદાહરણ - જો એક વાર પણ પંચ પરમેષ્ઠિ સિવાયનો વિચાર આવે તો નવકારવાળી ફરી શરૂ કરવી
  • પાઠશાળા અંક ૨ માંથી પૂજ્યશ્રીના વચનો - વિચાર કરવાની કળા
  • મનોગત ભાવને પ્રગટ કરવાના સ્થૂળથી સૂક્ષ્મ થતાં ૪ માધ્યમ છે - શબ્દ, સ્પર્શ, દષ્ટિ અને સંકલ્પ. તેમાં સંકલ્પ સૌથી વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ છે.
  • વિશેષ પ્રયોજન વિના અને અનુમતિ વિના સાધુ-સાધ્વી ભગવંતોને સ્પર્શ પણ ન કરી શકાય. એમના અવગ્રહની અંદર પ્રવેશ પણ ન કરવો જોઇએ. વાંદણા સૂત્રમાં આ લોકોત્તર વિનયની અદ્ભૂત વાત સમજાવી છે.
  • ઋષિમુનિઓ યોગમાં વિશ્વકલ્યાણનો સંકલ્પ કરતા હતા એ પણ બહુ મોટું વિજ્ઞાન છે. અહીં બેસીને યુક્રેન-રશિયાના યુદ્ધના સમાચાર જોવા-સાંભળવા એ એલગ અને એ યુદ્ધમાં પીડાતા જીવોની સાથે સંવેદના જોડી સંકલ્પ દ્વારા એમની પીડા કેમ દૂર થાય એવો અનુભવ કરવો એ અલગ છે.
  • ઉત્તમ વ્યક્તિઓનું એક લક્ષણ - વિશિષ્ટ વ્યક્તિઓ પાસે કારણ વિના વારંવાર ન જાય.
  • મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના પાંચમા સ્તવન (સોભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ) નુંં સમૂહ ગાન અને અર્થની સમજણ
  • પ્રેમ જેમ જેમ પ્રગટ થતો જાય તેમ તેમ તે હંમેશા વૃદ્ધિ જ પામે અને મોહ પ્રગટ થઇને ક્ષય પામે. પ્રભુ પ્રત્યેના પ્રેમને પ્રગટ કરવા જ સ્તુતિ-સ્તવન છે.
  • નવ તત્ત્વમાં મોક્ષની સૌથી નજીકનું તત્ત્વ છે નિર્જરા અને નિર્જરા તપ દ્વારા થાય છે. તપનો આગમ પ્રમાણે એક અર્થ છે - કાયાના સ્તરે કે મનના સ્તરે પ્રસન્નતાપૂર્વક સહન કરવું, ફરિયાદ વિના સહન કરવું.

Swadhyay Materials

Download all materials   

Documents

Audios

Stavan 05 - Sobhagee Jinashun (Fast)
Stavan 05 - Sobhagee Jinashun (Normal)
Stavan 05 Gatha 01
Stavan 05 Gatha 02
Stavan 05 Gatha 03
Stavan 05 Gatha 04
Stavan 05 Gatha 05

Video recording



Audio recording


MP3 audio file of entire duration of Swadhyay

Click here to download