Skip to the content

Swadhyay 04 (10-Apr-2022)

સ્વાધ્યાયના અંશો

 • આપણા દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે તે અજ્ઞાનને દૂર કરીને આપણા જીવનમાં જ્ઞાનનું અજવાળું કઇ રીતે પથરાય ?
 • પાઠશાળા અંક ૪૬ માંથી પૂજ્યશ્રીના વચનો - ઓળીની આરાધનામાં, આયંબિલ શા માટે ?
 • થોડા વર્ષો પૂર્વે ભોજનશાળામાં જમવાની વાત કેમ અપવાદરૂપ હતી? જાતે રસોઇ કરીને એકાસણું કરીને શ્રી શત્રુંજય/ગિરનાર તીર્થની ૯૯ યાત્રા કરનાર દંપતીની વાત
 • નવપદની આરાધનામાં પ્રથમ દિવસે અરિહંત પદના દુહા બોલવા રુપે ભક્તિ કરી પણ આ દિવસે અરિહંત સિવાયની બીજી કોઇ વાત નહિ એ રીતે વાણીનું મૌન ધારણ કરવા રુપે ભક્તિ કરી ?
 • પાઠશાળા અંક ૪૬ માંથી પૂજ્યશ્રીના વચનો - શ્રીપાળરાજાના રાસની નિર્માણ કથા
 • દર વર્ષે શ્રીપાળ-મયણાના રાસનું વાંચન કેમ ? એનું એ જ આખું વાંચન ફરી ફરી ? શ્રીપાળ-મયણા અને નવપદજી સાથે પ્રેમ થયો નથી એટલે અખંડ રાસનું વાંચન ઘરે જાતે કરવાનું મન નથી થતું.
 • પાઠશાળા ગ્રંથ ૧ ની પ્રસ્તાવનામાંથી પૂજ્યશ્રીના વચનો - પૂજ્યશ્રીએ સ્વાનુભવ રુપે વર્ણવેલ ઉપકારીઓની પ્રશસ્તિ, “ઉપકારોની અમીવર્ષા” શીર્ષક હેઠળ
 • મહાપુરુષોના સાન્નિધ્યમાં રહેવું એ સંસારની ચાર દુર્લભ ચીજોમાંનું એક છે - આજે પણ વારંવાર ૭-૮ દિવસ માટે ઉપકારી ગુરુ ભગવંતો પાસે તેમના સાન્નિધ્યમાં રહેવા જનારા શ્રાવકની વાત
 • પ્રભુનું શાસન મળી જવું એ પુણ્યનો યોગ છે, પણ એ યોગ અંદર સ્થિર થવો એ તો પાત્રતાના આધારે છે. એટલે તિરાડ વગરના કોડિયા જેવા પાત્ર બનવાનો પ્રયત્ન કરવો.
 • બધી ધર્મ આરાધનાનું પરિણામ છે - સતત હર્ષોલ્લાસથી ધબકતું જીવન. આવા શ્રીસંઘને જોવાના પૂજ્યશ્રીને કોડ હતા.
 • કોઇ પણ જીવની નિંદા કરતી વખતે, તે જીવને પ્રભુએ ચાહ્યો એ અર્થમાં (એટલે અંશે) અરિહંત પદની આશાતના થઇ એવી સમજણ ખરી ?
 • કોઇ પણ આપણને કંઇક કહે તો તરત ના કહેવાથી બચવું, ન થઇ શકે તેમ હોય તો પણ ૨ મિનિટ અટકવું. પ્રાર્થનાભંગભીરૂ બનવાનો પ્રયત્ન કરવો.
 • સારા શરીરે પણ સહેજ પ્રતિકૂળતા આવે તો પણ શુભમાં નથી જોડાવાતું તો શરીર જયારે (વૃદ્ધત્વ,માંદગીની) મર્યાદાથી ઘેરાશે ત્યારે જોડાઇશું એવા ખ્યાલોમાં કેમ રહેવાય ?
 • દર ઓળીમાં જે ઘરમાં આ શ્રીપાળ-મયણાના રાસનો પાઠ થાય છે તે ઘરમાં છ મહિના સુધી ‘મંગળમાળા' વર્તે છે. એટલે ઘરો ઘરોમાં આ પ્રે૨ણા ક૨વા જેવી છે.
 • પાઠશાળા અંક ૪૬ માંથી પૂજ્યશ્રીના વચનો - શુભ અને લાભ પામવાનો માર્ગ - પરિવારનું પાવરહાઉસ - નવકાર જાપ પ્રાર્થના
 • જે પરિવારમાં સવારમાં મંગલમય વાતાવરણમાં સામૂહિક નવકારના ભાષ્ય જાપથી દિવસની શરૂઆત થતી હોય તેના બધા કામ સફળ જ થાય !
 • ઉત્તમ તત્વો સાથેનો યોગ એ શુભ છે અને એના દ્વારા આધિ-વ્યાધિ-ઉપાધિના નાશ થવા પૂર્વક જે અનુકૂળતાના સાધનોની પ્રાપ્તિ થવી તે લાભ છે.
 • ગુરુની પાસે વિનયપૂર્વક જઇ, ચરણોમાં બેસી અને માત્ર સુખ-શાતા પૂછવી નહિ, પણ તેમને સુખ-શાતા થાય તેનો શક્ય હોય તેટલો પ્રયત્ન કરવો. આવી સેવાથી ક્ષણોમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય.
 • મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના ચોથા સ્તવન (દીઠી હો પ્રભુ દીઠી) નુંં શ્રવણ, સમૂહ ગાન અને અર્થની સમજણ

 

Swadhyay Materials

Download all materials   

Documents

Audios

Stavan 04 - Dithi Ho Prabhu
Stavan 04 Gatha 01
Stavan 04 Gatha 02
Stavan 04 Gatha 03
Stavan 04 Gatha 04
Stavan 04 Gatha 05
Stavan 04 Gatha 06

Video recordingAudio recording


MP3 audio file of entire duration of Swadhyay

Click here to download