Find out more how you can Connect with Abhangdwar Pathshala to enhance your spiritual experience.
Swadhyay 03 (30-Jan-2022)
સ્વાધ્યાયના અંશો
- દીવો પ્રગટાવવાની ઘટનામાંથી જીવનનો સંદેશ - જ્ઞાનપ્રાપ્તિ માટે પુરુષાર્થ અને પાત્રતાનો વિકાસ
- પૂજ્યશ્રીના વચનો - પાઠશાળા અંક ૨ અને ૩ માંથી ઋણમુક્તિ અને એ ચિંતન કણિકાનો વિશેષ અર્થ
- માતા-પિતાના ઉપકારો - આપણને જોયા વિના ગર્ભકાળથી પ્રેમ કરનારાના પ્રત્યક્ષ ઉપકારો જો નહિ સમજાય તો પ્રભુનો પરોક્ષ ઉપકાર કેમ સમજાશે ?
- માતા-પિતાને બુદ્ધિથી નહિ, માત્ર હૃદયથી જ મૂલવવા. ગુણિયલ દીકરીનો વાસણ પરના નામ અંગેનો પ્રસંગ
- ગુરુના ઉપકારો - દેહનું સર્જન કરનાર માતા-પિતા કરતાં છૂપાયેલા આત્માનું ભાન કરાવનાર ગુરુનો અનંત ગણો ઉપકાર છે
- જીવનમાં ૫-૭ ગ્રંથો આત્મસાત થયા હોય તો જીવન લેખે લાગ્યું કહેવાય, એમાં મહોપાધ્યાયજીની "સમકિતના ૬૭ બોલની સજ્ઝાય" કરી શકાય
- જેણે સંસારનું સ્વરૂપ સમજાવ્યું હોય એવા ગુરુના ઉપકારનો બદલો ક્રોડો ભવો સુધી અનેક પ્રયત્નો કર્યાથી પણ ચૂકવી શકાય નહિ
- પૂજ્યશ્રીના વચનો - પાઠશાળા ગ્રંથ ૧ ની પ્રસ્તાવનામાંથી - કૃતજ્ઞતા સ્વરૂપે કરેલ આત્મકથનમાં ઉપકારી બા મહારાજ અને ગુરુઓ નો ઋણસ્વીકાર
- અનુગ્રહ કૃપા (મીઠા શબ્દોમાં સૂચન, સુખના સમયે પ્રભુની કૃપાની યાદ) ની જેમ જ નિગ્રહ કૃપા (કઠોર શબ્દોમાં સૂચન, દુખના સમયે પણ પ્રભુની કૃપા જ કારણ) પણ ગમતી થાય તો પાત્રતાનો વિકાસ થાય
- કોઇના દોષને છાવરવા કે નહિ તેની વાત પછી પણ તે દોષ પ્રગટ કરવા તો કઇ રીતે કરવા તેમાં મારી ખાનદાની સમજાય છે
- ધર્મની પ્રાપ્તિનું પહેલું પગથિયું - નિખાલસ પણે જે છીએ તે કહેવાની તાકાત આવે
- મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. ની ત્રિશતાબ્દી વર્ષના અવસરે, પૂજ્યશ્રી રચિત "યશો-વંદના અષ્ટક"નું આંશિક ગાન
- કૃતજ્ઞતા અને કૃતઘ્નતાનો ફર્ક - કૃતજ્ઞતાનો ગુણ વિકસાવવાનો છે, કૃતઘ્ન ક્યારેય બનવાનું નથી
- જ્ઞાનયાત્રાના ચોથા ચરણ માટે - સ્વની સંકુચિતતામાંથી બહાર આવવા, વિશ્વના જીવોના ઉપકારની સ્મૃતિનો પ્રયોગ
- કવિ શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર રચિત "હંસને" ગીતનું વિવેચન
- સ્તવન ચોવીસીના ત્રીજા સ્તવન (સંભવ જિનવર વિનતિ) નુંં શ્રવણ, સમૂહ ગાન અને અર્થની સમજણ
Swadhyay Materials
Documents
Audios
Video recording
Audio recording
MP3 audio file of entire duration of Swadhyay
Click here to download