Skip to the content

દેવ, ગુરુ અને ધર્મની અસીમ કૃપા અને કરુણાથી, શ્રી મેલબર્ન શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા આયોજિત, અભંગદ્વાર પાઠશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

શ્રી જિનશાસન અનુરાગી અને આપણા જ બાંધવ શ્રી દિપકભાઈ શાહ (બારડોલી) ની સંગાથે, આપણા રોજિંદા જીવનમાં ભગવંતના વચનોના તેજનો અનુભવ કરી, આપણું જીવન મંગળમય બનાવવાનો એક પ્રયાસ એટલે અભંગદ્વાર પાઠશાળા. અભંગદ્વાર એટલે જેના દ્વાર કયારેય બંધ ન થાય, એવી આ જ્ઞાનની પાઠશાળા; જેમાં વિદ્યાર્થી બનવા માટે આપણને બધાને પ્રભુએ આ એક અવસર આપ્યો છે.

આ સ્વાધ્યાયના વિષય તરીકે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્ન સૂરિ મહારાજના જીવનના અનુભવોના નિચોડ સ્વરુપે, એમણે રચેલ પાઠશાળા ગ્રંથ (મૂળ ૮૧ અંકો) તેમજ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત ૨૪ તિર્થંકર ભગવાનના સ્તવનો અર્થ સહિત આપણે ધારણ કરી શકીએ એવો એક ઉપક્રમ નક્કી કરેલ છે.

પૂજ્ય આચાર્ય ભગવંતે તેમના મંગળ ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “મારી શ્રી સંઘને વિનંતિ છે કે તપ અને ક્રિયાના ડાળી અને પાંદડાને ડોલો ભરીને પાણી પાયું, ચાલો, હવે જ્ઞાનના મૂળિયાને એકાદ લોટો જળ તો સીંચીએ.” એ જળ સીંચવા અને આપણું જીવન મંગળમય બને એ ભાવ માટે આપણા સૌનું અને આપ સૌનું હૃદયથી સ્વાગત છે.

જ્ઞાનપંચમી (વિ. સ. ૨૦૭૮, કારતક સુદ ૫, –મંગળવાર, ૯ નવેમ્બર ૨૦૨૧) ના પવિત્ર દિવસે આનો મંગળ પ્રારંભ કરીએ અને પછી મહિનામાં ઓછામાં ઓછું એક વખત ભારતના સમય મુજબ સવારે ૭ થી અંદાજિત ૧૦ સુધીના સમય દરમ્યાન, આપણી ભીતરમાં રહેલ ઉત્તમતાને પોંખવા, આપણી ઉત્તમતાને બહાર નિખાર કરવા આપણે સાથે મળી આ સ્વાધ્યાય કરીએ.

અભંગદ્વાર પાઠશાળામા જોડાવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે અને આગામી પાઠશાળાની વિગતો જેમણે રજીસ્ટ્રેશન કર્યું હશે એમને જ મોકલવામાં આવશે.અભંગદ્વાર પાઠશાળામાં જોડાવાની ઈચ્છા ધરાવતી દરેક વ્યક્તિને પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવા વિનંતી.

પ્રકૃતિ એ આપેલા આ શબ્દો જણાવે છે કે અભંગદ્વાર પાઠશાળામાં જવાનું એટલે ક્યાં જવાનું? શું મેળવવા જવાનું? અને આપણે શું લઈને જવાનું?

હૈયામાં બહુમાન ભરીને, જ્ઞાન તણાં વિનયને ધરીને
જીવનને મંગળમય બનાવવા, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા
પ્રભુ વચનોના નિર્મળ જળમાં, ગુરુ ચરણોના નિર્મળ પથમાં
આતમને ઉજાગર કરીએ, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા
ચાલો જઇએ, ચાલો જઇએ, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા......

With the blessings of Dev, Guru, and Dharma, we are pleased to extend a warm welcome to the Abhangdwar

Pathshala, a new initiative by Shri Melbourne Shwetambar Jain Sangh under guidance of Shri Jinshaasan Anuragi and our brother Shri Deepakbhai Shah (Bardoli),

Abhangdwar Pathshala means a religious school whose doors will never close; In which the Shri Tirthankar Prabhu has given us the opportunity to become students.

Initially, the curriculum will include

  1. Swadhyay on “Pathshala Granth” written by Acharya Bhagwant Shri Pradyumna Suri Maharaja
  2. To recite stavans, learn & understand the meaning of Stavan of 24 Tirthankar Prabhu (Stavan Chovisi) written by Mahopadhyay Yashovijayji Maharaja.

The Swadhyay will be held under the same banyan tree where Acharya Bhagwant did Swadhyay over many hours. We intend to deliver these Swadhyay sessions to ALL Jain families across the globe via online sessions using Zoom & YouTube.

Every individual who has the desire to be a Shravak/Shravika according to Jainism principles & values, who has great respect for the knowledge (Gyan), is welcome to join this Pathshala.

Shri Melbourne Shwetambar Jain Sangh is pleased to invite you to join this Swadhyay and Prabhu Bhakti sessions – Abhangdwar Pathshala.

The first session of the Swadhyay will commence on the holy day of Gyanpanchami (Kartak Sud 5, Tuesday, 9 November 2021) 7:00 AM (sharp) to 10:00 AM (estimated) India time and then at least once a month every month thereafter.

Registration is required to join Abhangdwar Pathshala and the session details of the Swadhyay will be sent only to those who have registered. Everyone willing to join Abhangdwar Pathshala is requested to do individual registration.

Swadhyay Introduction Videos

 

નૈમિત્તિક અનુષ્ઠાનો થવાં જોઈએ, ખૂબ થવાં જોઈએ, પણ તે બધાં નિત્ય અનુષ્ઠાનોમાં કારણ બનવા જોઈએ. આ રીતે જો થાય તો ધર્મનાં મૂળ જીવનમાં ઊંડાં ઊતરે.